લેબગ્રોન ડાયમંડમાં 800 કરોડનું રોકાણ કરશે હરીકૃષ્ણ ગ્રુપ, દેશનું સૌથી મોટું રોકાણ



લેબગ્રોન ડાયમંડમાં 800 કરોડનું રોકાણ કરશે હરીકૃષ્ણ ગ્રુપ, દેશનું સૌથી મોટું રોકાણ



Surat Savji Dholakia: હીરા ઉદ્યોગમાં અગ્રણી ગણાતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના હરીકૃષ્ણ ગ્રુપના લેબ-ગ્રોન ડાયમંડ વિભાગ, ધોળકિયા લેબ-ગ્રોન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ એ તેના આગામી વિકાસના તબક્કા માટે 800 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હોવાની જાહેરાત કરી છે. આ રોકાણમાં સુનિલ સિંઘાનિયા દ્વારા સ્થાપિત અબાક્કસ PE મુખ્ય રોકાણકાર તરીકે જોડાયું છે. જ્યારે ICICI વેન્ચર્સ (IAF5), અમલ પારીખ અને અન્ય રોકાણકારોએ પણ ભાગીદારી કરી છે.
આ રોકાણ ભારતના લેબ-ગ્રોન ડાયમંડ ક્ષેત્રે દેશમાં સૌથી મોટા રોકાણમાં સામેલ સામેલ થયું છે, જે કંપનીની વિશ્વસનીયતા અને ભારતીય LGD ક્ષેત્રે વિસ્તરણમા ધોળકિયા લેબગ્રોન મહત્વની ભૂમિકા ભજવશે.
ભંડોળનો ઉપયોગ અને ભવિષ્યનું વિઝન કંપની આ મૂડીનો ઉપયોગ મુખ્યત્વે ઉત્પાદન ક્ષમતા વધારવા, વર્કિંગ કેપિટલ મજબૂત કરવા અને ભારતભરમાં તેના ફિઝિકલ રિટેલ નેટવર્કને વિસ્તારવા માટે કરશે. આ ઉપરાંત ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને ડીપ-ટેક ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રિસિઝન સિંગલ-ક્રિસ્ટલ ડાયમંડ પર પણ કામ કરશે.
હરિકૃષ્ણ એક્સપોર્ટના સ્થાપક પદ્મશ્રી સવજી ધોળકિયાએ કહ્યું કે, ‘આ મારા માટે ગર્વ અને પરિપૂર્ણ ક્ષણ છે, ખાસ કરીને આઠ વર્ષ પહેલાં આગામી પેઢીને નેતૃત્વ સોંપ્યા પછી તેમને સમાન વિચારધારા ધરાવતા રોકાણકારો સાથે સહયોગ કરતા જોવું એ વધુ ઝડપ અને મહત્વાકાંક્ષા સાથે પ્લેટફોર્મને સ્કેલ કરવાના તેમના વિઝનનું મજબૂત સમર્થન છે.’
ધોળકિયા લેબ ગ્રોન ડાયમંડના C.E.O હસુ ધોળકિયાએ કહ્યું હતું કે, ‘આ રોકાણ અમારા મોડેલ પર મજબૂત વિશ્વાસ દર્શાવે છે અને લેબ-ગ્રોન ડાયમંડ પ્રત્યે વિશ્વભરમાં વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક રિટેલર્સ અને લક્ઝરી બ્રાન્ડ્સ લેબ-ગ્રોન ડાયમંડ માટે તેમની પ્રતિબદ્ધતા વધારી રહ્યા છે અને અમે તેમના માટે પસંદગીના મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇન પાર્ટનર બનવાનો ઇરાદો રાખીએ છીએ. અમે આ બિઝનેસને શિસ્તબદ્ધ રીતે વિકસાવ્યું છે અને હવે તેને જવાબદારીપૂર્વક, નવીનતા સાથે અને પારદર્શિતાથી સ્કેલ કરવા માટે અમારી પાસે જરૂરી સંસાધનો ઉપલબ્ધ છે’.




