પરિવાર સાથે થયેલા ઝગડાનું માઠું લાગતા કિશોરીની આત્મહત્યા, ત્રીજા માળેથી કૂદી ગઈ!



પરિવાર સાથે થયેલા ઝગડાનું માઠું લાગતા કિશોરીની આત્મહત્યા, ત્રીજા માળેથી કૂદી ગઈ!



Surat News: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે આવેલા શિવ પેલેસ એપાર્ટમેન્ટમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. પરિવાર સાથે થયેલા ઝગડાને લઈને 13 વર્ષીય કિશોરીએ ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, શિવ પેલેસના ત્રીજા માળે રહેતા પરિવારની કિશોરી સાથે ઘરમાં કોઈ બાબતે બોલાચાલી અને ઝગડો થયો હતો. ઝગડાનું માઠું લાગી આવતા કિશોરીએ આવેશમાં આવી બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી કિશોરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.




