સુરત: અલથાણમાં ૧૨ વર્ષની સગીરાની છેડતીથી ભારે આક્રોશ, ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ



ફાઈલ ફોટો
સુરત: અલથાણમાં ૧૨ વર્ષની સગીરાની છેડતીથી ભારે આક્રોશ, ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ



ફાઈલ ફોટો
સુરત સુરત શહેરના અલથાણ વિસ્તારમાં 12 વર્ષની સગીરાની છેડતીનો બનાવ સામે આવતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરાની મહંમદ અઝીઝ નામના શખ્સે છેડતી કરતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને પકડી જાહેરમાં માર માર્યો હતો. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જો કે, ઘટનાના પગલે લોકોનો ગુસ્સો શાંત ન થતાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી, જેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
આજે સવારે પોલીસે આરોપીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવ્યો હતો, ત્યારે પણ હજારો લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપી સામે ફરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ ઘટનાના કારણે વિસ્તારમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આરોપીને કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.




