પીપોદરા GIDCમાં વેસ્ટેજ ગોડાઉનમાં આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
Surat News: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં આવેલ એક વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

AdminUpdated on: 20 Jun 2026 04:28 PM IST

પીપોદરા GIDCમાં વેસ્ટેજ ગોડાઉનમાં આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
Surat News: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં આવેલ એક વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Admin
Updated on: 20 Jun 2026 04:28 PM IST

Surat News: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં આવેલ એક વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
માહિતી મુજબ, ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.
આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી કુલિંગ પ્રક્રિયા શરૂ કરી હતી.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે અને ફાયર વિભાગે આગના કારણોની તપાસ શરૂ કરી છે.
AUTHOR