Surat : ફૂડ પોઈઝનિંગ બાદ તંત્રનો સપાટો, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ શરૂ કરાયું


surat
Surat : ફૂડ પોઈઝનિંગ બાદ તંત્રનો સપાટો, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ શરૂ કરાયું


surat
Surat : ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરની કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન નિયમોનું યોગ્ય પાલન ન કરતા ખાદ્ય વ્યવસાયિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સઘન ચેકિંગ દરમિયાન કુલ 208 નોટિસો ફટકારવામાં આવી છે. નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા મળી આવેલા કુલ 17 હોટલ અને રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ નિયમોના ભંગ બદલ કુલ રૂ.4,17,500નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે
શીતલ રેસ્ટોરન્ટમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર દ્વારા ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સંગ્રહની પદ્ધતિ, રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની હેન્ડલિંગ અને જરૂરી પ્રમાણપત્રો અંગે તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી ટીમોની કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.
વિવિધ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ અને કાર્યવાહી ચાલુ રહી શકે છે
તંત્ર દ્વારા સુરત શહેરના તમામ ખાદ્ય વિક્રેતાઓ અને હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને ગુણવત્તા, સ્વચ્છતા અને જરૂરી પ્રમાણપત્રોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થાય અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે નિયમિત રીતે ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. સુરતમાં એક ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે શરૂ થયેલી આ મેગા ડ્રાઈવે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં પણ ચિંતા વધારી છે. આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ અને કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતા છે.




