રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ



રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ



ગુજરાતમાં ઈંધણ પુરવઠાને લગતી અફવાઓને પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભય અને ગભરાટના સમાચાર સામે આવ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને શાંતિ જાળવવાની અને બિનજરૂરી દોડધામ ન કરવાની નમ્ર અપીલ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેઓએ જણાવ્યું કે વૈશ્વિક પરિસ્થિતિ છતાં, ઈંધણ પુરવઠો સતત જાળવવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની ખોટી અફવા કે ગભરાઈને કારણે લોકોને બિનજરૂરી લાઈનો ન લગાવવી. મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે, સરકાર ઈંધણ પુરવઠાની સ્થિતિને સતત મોનિટર કરી રહી છે અને જરૂરી તમામ પગલાં લઈ રહી છે.
ભૂપેન્દ્ર પટેલે લોકોને સલાહ આપી કે , પેટ્રોલ પંપ અને અન્ય ઈંધણ કેન્દ્રો પર જરૂરથી વધુ ભીડ ન ઊભી કરે. તેમણે કહ્યુ કે, આ પગલાં સાથે નાગરિકો પોતાની અને અન્ય લોકોની સલામતી માટે મદદરૂપ થઇ શકે છે.
મુખ્યમંત્રીની આ નમ્ર અપીલ રાજ્યમાં શાંતિ અને નિયંત્રણ જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, સરકાર તાત્કાલિક સપ્લાય સુનિશ્ચિત કરવા માટે તમામ માધ્યમો દ્વારા કાર્યરત છે અને ખોટી જાણકારી પ્રસારમાં ન આવે તે માટે નાગરિકો સાવચેત રહે.
આપેલી માહિતી મુજબ, ગુજરાતમાં ઈંધણ પુરવઠો પૂરતો છે અને સામાન્ય નાગરિકો શાંતિથી પોતાની જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલ મેળવી શકે છે, જયાં સરકારની કામગીરી સતત મજબૂત રહેશે.




