મહેસાણાના બાસણામાં વિદ્યાર્થીનીનો આપઘાત, હોસ્ટેલમાં મળી લાશ



ફાઈલ ફોટો
મહેસાણાના બાસણામાં વિદ્યાર્થીનીનો આપઘાત, હોસ્ટેલમાં મળી લાશ



ફાઈલ ફોટો
મહેસાણા જિલ્લાના બાસણા વિસ્તારમાં આવેલ મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા શૈક્ષણિક જગતમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ B.Sc નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ કોલેજના હોસ્ટેલમાં પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, ગઇકાલે જ વિદ્યાર્થીનીની પાંચમા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે હોસ્ટેલ પરત ફરી હતી, પરંતુ આજે અચાનક આ દુઃખદ ઘટના સામે આવતા સહપાઠીઓ અને કોલેજ સ્ટાફમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા તરત જ Visnagar Police સ્થળ પર પહોંચી હતી અને રૂમ સીલ કરીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. હાલ આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. સહપાઠીઓ અને કોલેજ સ્ટાફના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં માનસિક દબાણ અને તણાવ અંગે ફરી એકવાર ચર્ચા ઉભી કરી છે. પોલીસ દ્વારા કેસની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને આગળ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.




