Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતની રાજલ વાળા ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની બની કેપ્ટન, એશિયન ચેમ્પિયનશિપમાં કરશે નેતૃત્વ

ગુજરાતની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળા (16 વર્ષ)ની થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે 1 થી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાનારી 16મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓ રાજલ વાળા, અર્પિતા વાઢેર અને ફોરમ કાગથરાની પસંદગી કરવામાં આવી છે.
R Gajjar
R GajjarUpdated on: 30 Jun 2026 05:43 PM IST
ગુજરાતની રાજલ વાળા ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની બની કેપ્ટન, એશિયન ચેમ્પિયનશિપમાં કરશે નેતૃત્વગુજરાતની રાજલ વાળા ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની બની કેપ્ટન, એશિયન ચેમ્પિયનશિપમાં કરશે નેતૃત્વ

AI Generated Images

Rajal Vala India U18 Volleyball Captain:  ગુજરાતની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળા (16 વર્ષ)ની થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે 1 થી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાનારી 16મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓ રાજલ વાળા, અર્પિતા વાઢેર અને ફોરમ કાગથરાની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સંચાલિત નડિયાદ સ્થિત હાઇ પર્ફોર્મન્સ સેન્ટરનાં તાલીમાર્થીઓ છે, નડિયાદ સ્થિત આ એકેડેમી રમતગમતની પ્રતિભાઓને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે જ્વલંત સફળતા અપવવા માટે સતત પ્રયત્નશીલ છે. 

ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના સરખડી ગામની રહેવાસી રાજલ વાળા એશિયાની સૌથી મજબૂત યુવા વોલીબોલ ટીમો સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. અર્પિતા વાઢેર (17 વર્ષ) ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામની છે અને ફોરમ કાગથરા (17 વર્ષ) અમરેલી જિલ્લાનાં વતની છે.  આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) હેઠળ તાલીમ મેળવી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ત્રણેય વોલીબોલ ખેલાડીઓને ભારતીય ટીમમાં પસંદગી પામવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ચેમ્પિયનશિપમાં સફળ પ્રદર્શન માટે ભારતીય ટીમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. 

આ પૂર્વે, ચેમ્પિયનશિપ માટે અંતિમ ટીમ નક્કી કરતા પહેલા વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (VFI) દ્વારા રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે દેશભરમાંથી 24 આશાસ્પદ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ભારતીય ટીમમાં કેપ્ટન સહિત ગુજરાતની ત્રણ ખેલાડીઓનો સમાવેશ થવો, તે રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવામાં રાજ્યના વધી રહેલા વર્ચસ્વને રેખાંકિત કરે છે.

એશિયન વોલીબોલ કોન્ફેડરેશન (AVC) દ્વારા આયોજિત આ દ્વિવાર્ષિક ચેમ્પિયનશિપમાં ખંડીય (કોન્ટિનેન્ટલ) ખિતાબ માટે 16 દેશોની ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ ૨૦૨૭ની FIVB ગર્લ્સ અંડર-19 વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયાની ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ કામ કરશે, જેમાં ટોચની ચાર ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. ભારતીય ટીમ થાઈલેન્ડમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે જેથી ટોચના ચારમાં સ્થાન મેળવીને ૨૦૨૭ FIVB ગર્લ્સ અંડર-19 વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ શકે. ગુજરાતની ત્રણ ખેલાડીઓની નેશનલ ટીમમાં પસંદગી દર્શાવે છે કે, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય વોલીબોલમાં ગુજરાતનું યોગદાન વધુ રહ્યું છે. 

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com