ભારતીય સ્ક્વોશમાં ઐતિહાસિક ક્ષણ, ભારતીય નૌસેનાના સુરજ ચંદે ગોલ્ડ અને ઓમ સેમવાલે બ્રોન્ઝ જીત્યો


AI Generated Images
ભારતીય સ્ક્વોશમાં ઐતિહાસિક ક્ષણ, ભારતીય નૌસેનાના સુરજ ચંદે ગોલ્ડ અને ઓમ સેમવાલે બ્રોન્ઝ જીત્યો


AI Generated Images
Indian Squash FISU World University Championship: ભારતીય સ્ક્વોશ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે. મુંબઈમાં યોજાયેલી FISU World University Squash Championshipમાં ભારતીય નૌસેનાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય નૌસેનાના PO સુરજ ચંદે ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. તેઓ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. સુરજ ચંદના આ પ્રદર્શનથી ભારતીય સ્ક્વોશ માટે નવી સિદ્ધિનો અધ્યાય શરૂ થયો છે.
ઓમ સેમવાલે પણ જીત્યો બ્રોન્ઝ
આ સાથે ભારતીય નૌસેનાના PO ઓમ સેમવાલે પણ શાનદાર રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. એક જ ચેમ્પિયનશિપમાં ભારતના બે ખેલાડીઓએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતતાં ભારતીય સ્ક્વોશને ડબલ પોડિયમ સફળતા મળી છે.
ભારતીય નૌસેના માટે પણ ગૌરવની ક્ષણ
સુરજ ચંદ અને ઓમ સેમવાલની આ સિદ્ધિ માત્ર ભારતીય સ્ક્વોશ માટે જ નહીં, પરંતુ ભારતીય નૌસેના માટે પણ ગૌરવની બાબત છે. બંને ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સ્ક્વોશ મંચ પર ભારતની મજબૂત હાજરી નોંધાઈ છે. આ ડબલ મેડલ જીતને ભારતીય સ્ક્વોશમાં નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.




