Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં સ્પીડિંગ કારનો કહેર: રાહદારીને ટક્કર મારી મોત, ચાલક સામે ગુનો નોંધાયો

ગાંધીનગર ખાતે કાલે રાત્રે કાર ચાલક અને રાહદારી વચ્ચે જોરદાર ટક્કર થતા રાહદારીનું ગંભીર અકસ્માત થયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ લઈ જતા પહેલા રાહદારીનું મોત થઈ ગયુ હતુ. જેના કારણે આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ બનાવ બન્યો ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Apr 2026 11:51 AM IST
ગાંધીનગરમાં સ્પીડિંગ કારનો કહેર: રાહદારીને ટક્કર મારી મોત, ચાલક સામે ગુનો નોંધાયોગાંધીનગરમાં સ્પીડિંગ કારનો કહેર: રાહદારીને ટક્કર મારી મોત, ચાલક સામે ગુનો નોંધાયો

ગાંધીનગર ગાંધીનગર ખાતે ધોળાકુવા નજીક કાલે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અતિઝડપે દોડતી કાર ચાલકે રસ્તા પરથી પસાર થતા એક રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રાહદારી રોડ પર પછડાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ લઈ જવા પહેલા જ રાહદારીનું મોત નિપજ્યું હતું.

આ બનાવથી મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવાર દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.