સાબરમતી રિવરફ્રન્ટ બાયોડાયવર્સિટી પાર્કમાં સ્કાય વોક બનાવાશે



સાબરમતી રિવરફ્રન્ટ બાયોડાયવર્સિટી પાર્કમાં સ્કાય વોક બનાવાશે



અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટના બાયોડાયવર્સિટી પાર્કમાં સ્કાય વોક બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા અનુભવી કન્સલ્ટન્ટ્સ પાસેથી પ્રસ્તાવ મંગાવવામાં આવ્યા છે.

SRFDCLએ આ પ્રોજેક્ટના આયોજન, ડિઝાઇન અને વિકાસ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) બહાર પાડ્યું છે. આ સ્કાય વોકનો હેતુ મુલાકાતીઓના અનુભવને વધુ આકર્ષક બનાવવાનો અને પાર્કમાં ઉંચાઈ પરથી નજારો જોઈ શકશે.
આ પ્રોજેક્ટથી સાબરમતી રિવરફ્રન્ટમાં એક નવી આકર્ષણ ઉમેરાશે અને બાયોડાયવર્સિટી પાર્કમાં ઇકો-ટૂરિઝમને પણ પ્રોત્સાહન મળશે.
ટેન્ડર સબમિટ કરવાની છેલ્લી તારીખ 29 મે નક્કી કરવામાં આવી છે, જ્યારે ટેક્નિકલ બિડ્સ 30 મેના રોજ SRFDCL કચેરીમાં ખોલવામાં આવશે.




