સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: સગીર આરોપી વિદ્યાર્થીને હાઈકોર્ટે જામીન આપ્યા



ફાઈલ ફોટો
સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: સગીર આરોપી વિદ્યાર્થીને હાઈકોર્ટે જામીન આપ્યા



ફાઈલ ફોટો
અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં સગીર આરોપી વિદ્યાર્થીને હાઈકોર્ટે જામીન આપ્યા છે. રાજ્ય સરકારે પહેલા જામીન નહીં આપવા માટે વિરોધ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે આરોપી વિદ્યાર્થીના તણાવને ધ્યાનમાં લઈને જામીન મંજૂર કર્યું છે. નીચલી અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી, જેના પર હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
પ્રોબેશન રિપોર્ટમાં ખુલાસો થયો કે, આરોપી અગાઉ ઓબ્ઝર્વેશનમાંથી ફરાર થયો હતો અને હત્યાની ઘટના પહેલા મૃત્યુ પામેલા કિશોર દ્વારા હેરાન કરવામાં આવતો હતો. ઘટના બાદ સ્કૂલ દ્વારા આરોપી વિદ્યાર્થીને કાઢી મૂકવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ ચાલી રહી છે. ચાર્જશીટમાં કુલ 55 સાક્ષીઓમાંથી 17ની તપાસ થઈ ચૂકી છે. હાઈકોર્ટે જણાવ્યું કે, કાયદાકીય પ્રક્રિયા લાંબી રહેશે અને સ્કૂલનો વિદ્યાર્થી હોવાને કારણે આરોપી કિશોરને પિતા દ્વારા 10,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન પર મુક્ત કરવામાં આવે છે.




