સરખેજ હત્યાકાંડ: 5 આરોપીઓને લઈને પોલીસએ રી કન્સ્ટ્રક્શન કરાવ્યું



સરખેજ હત્યાકાંડ: 5 આરોપીઓને લઈને પોલીસએ રી કન્સ્ટ્રક્શન કરાવ્યું



અમદાવાદના સરખેજમાં બે દિવસ પહેલા હત્યા થઈ હતી તેમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અને જ્યા ઘટના બની હતી ત્યા તેમનુ રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યુ હતુ. મોટી સંખ્યામાં લોકો જોવા પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા બંદોબસ્ત વચ્ચે રી કન્સ્ટ્રક્શન કરવામાં આવી હતુ.
થોડા દિવસ પહેલા સરખેજમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી તે અથડામણમાં ગણેશ નામના યુવાનની હત્યા થઈ હતી અને અન્ય એક વ્યક્તિ ઈજા થઈ હતી. તેના પાછળનું મુખ્ય કારણ એ હતુ કે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલમાં સ્ટેટસ મુકવાના બાબતે ઝઘડો થયો હતો. તેના લીધે એક વ્યક્તિનું મોત થતા મામલો ઉગ્ર બન્યો હતો.
આ કેસમાં કૂલ 6 આરોપીની સામે ફરિયાદ નોંધાવી હતી.તેમાંથી 5 વ્યક્તિને ધરપકડ અને 1 વ્યક્તિની શોધખોળ ચાલુ છે. પોલીસ દ્વારા આરોપીઓએ આ ઘટના કેવી રીતે અજામ આપ્યો તેના માટે આજે સવારે આરોપીઓને લઈને પોલીસે રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યુ હતુ.
પોલીસે વધુ જણાવ્યુ હતુ કે થોડા દિવસ પહેલા સરખેજમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી તેમાં એક વ્યક્તિનું મોત થયુ અને એક વ્યક્તિ ઈજા થઈ હતી. આ કેસમાં 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે 5ની ધરપકડ કરી અને 1 વ્યક્તિને શોધખોડ ચાલુ છે.




