Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગર સચિવાલય પાસે એસઆરપી જવાને આપઘાત કર્યો, કારણ અકબંધ

ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં કાલે મધરાત્રે એસઆરપી જવાને આપધાત કર્યો છે. સચિવાલય ગેટ નંબર 3 ખાતે ફરજ બજાવતા સ્ટેટ રિઝર્વ પોલીસના જવાને વૃક્ષ પર પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો છે. આ જવાને આપઘાત કેમ કર્યો હજુ સુધી તેનું સાચુ કારણ બહાર આવ્યું નથી. ગાંધીનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ માટે લઈ જવામાં આવ્યું છે. જ્યારે તેમના પરિવારને જાણ થતા તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
Admin
AdminUpdated on: 14 Apr 2026 02:26 PM IST
ગાંધીનગર સચિવાલય પાસે એસઆરપી જવાને આપઘાત કર્યો, કારણ અકબંધગાંધીનગર સચિવાલય પાસે એસઆરપી જવાને આપઘાત કર્યો, કારણ અકબંધ

AI Image

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ પાસે એક એસઆરપી જવાને આપઘાત કર્યો છે. સચિવાલય ગેટ નંબર 3 ખાતે ફરજ બજાવતા સ્ટેટ રિઝર્વ પોલીસ ના જવાને વૃક્ષ પર પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. રાજેન્દ્રસિંહ ગોહિલના આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ મામલે ગાંધીનગર પોલીસે અકસ્માત મોત નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

વડોદરા એસઆરપી ગ્રુપ 9 ના જવાન રાજેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ (ઉ.49) ની નોકરી સચિવાલય ગેટ 3 ખાતે હતી. મધરાત્રિના બારેક વાગે રાજેન્દ્રસિંહએ અન્ય જવાનને ફરજમાંથી છોડાવી ફરજનો ચાર્જ લીધો હતો. વહેલી પરોઢે તેમના સાથી જવાન લઘુશંકા કરવા ઉઠ્યા ત્યારે ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી મૃત્યુનું કારણ જાણવા આગામી દિવસોમાં સાથી કર્મચારી અને પરિવારના સભ્યોની પૂછપરછ કરશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.