સુરતના વરાછામાં SBIમાં દિવસદહાડે લૂંટ, 50 લાખ લઈને 4 શખ્સો ફરાર



AI Image
સુરતના વરાછામાં SBIમાં દિવસદહાડે લૂંટ, 50 લાખ લઈને 4 શખ્સો ફરાર



AI Image
સુરતના વરાછા વિસ્તારમાં આજે દિવસદહાડે મોટી લૂંટની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ચાર હથિયારધારી લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા અને અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની માહિતી મળી રહી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, બપોરના સમયે ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે બેંકમાં પ્રવેશ્યા હતા. લૂંટારુઓએ બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ ડરાવી-ધમકાવીને બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ તેઓએ બેંકના સ્ટ્રોંગ રૂમ તેમજ કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો અને બેંક તેમજ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી લૂંટારુઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.




