Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં રિક્ષામાં લૂંટ કરતી ગેંગ પકડાઈ: મહિલા સહિત 3 આરોપીઓ ધરપકડ

સુરત શહેરમાં રિક્ષામાં લૂંટ કરતી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગમાં 1 મહિલા સહિત 3 લોકોની પોલીસ ધરપકડ કરવામાં આવી છે. ગેંગે સુરતના અલગ અલગ 14 વિસ્તારોમાં ગુનો કર્યો હતો. પોલીસે ગેંગ પાસેથી 12 લાખ કરતા વધારેના ઘરેણા જપ્ત કર્યા છે.
Admin
AdminUpdated on: 20 Mar 2026 02:37 PM IST
સુરતમાં રિક્ષામાં લૂંટ કરતી ગેંગ પકડાઈ: મહિલા સહિત 3 આરોપીઓ ધરપકડસુરતમાં રિક્ષામાં લૂંટ કરતી ગેંગ પકડાઈ: મહિલા સહિત 3 આરોપીઓ ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચે રિક્ષામાં લૂંટ કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગમાં એક મહિલા સહિત 3 વ્યક્તીની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગમાં એક મહિલા બાળકને લઈને રીક્ષામાં બેસતી અને જગ્યા કરવાના બહાને નજર ચૂકવીને કટ્ટર વડે મહિલાએ પહેરેલા ગળામાંથી ચેન અન્ય ઘરેણાં કાપી લેતા હતા. આ ગેંગે સુરતમાં 14 જેટલા ગુનાઓ કબુલાત કરી છે. અત્યાર સુધીમાં 12.5 લાખ ઘરેણા પોલીસે જપ્ત કર્યા છે.

સુરત શહેરમાં થોડા દિવસથી રિક્ષામાં મુસાફરી કરતી વૃદ્ધ મહિલાને નિશાન બનાવતી રિક્ષા ગેંગની સુરત પોલીસે ધરપકડ કરવામાં આવી છે.  આ ગેંગ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 12 લાખ રૂપિયા કરતા વધારેના ઘરેણા જપ્ત કર્યા હતા. ગેંગમાં 1 મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ ગેંગમાં ખાસ કરીને પાલીતાણાથી આવેલા શંકર નામના વ્યક્તિ આ ગેંગ સાથે સંકળાયેલો છે. આ ગેંગ ફક્ત એવા લોકોને ટાર્ગેટ કરતી જે વૃદ્ધ હોય મહિલા પહેલાથી જ એક બાળક સાથે રિક્ષામાં બેઠેલી હોય અને જગ્યા કરવાના બહાને નજર ચૂકવીને કટરનો ઉપયોગ કરીને વૃદ્ધના ગળામાં સોનાની ચેન કે અન્ય ઘરણા હોય તે કાપી લેતા હતા. 
આ ગેંગની સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ કરતા ખબર પડી કે આ ગેંગે સુરતના પોશ વિસ્તારો એટલે કે જહાંગીરપુરા, પાલ, અડાજણ જેવા વિસ્તારોમાં 14થી વધારે જેટલા ગુનોઓ  કબુલાત કરી હતી. 

AUTHOR
Admin

Admin

Author details are not available.