Get News Alerts

Never miss breaking news updates.

એલપીજી ન મળતાં સુરતના કેટલીક રેસ્ટોરન્ટ સંચાલકો હવે કોલસા પર રસોઈ કરવા મજબૂર

સુરતમાં એલપીજીના મળતા કેટલીક રેસ્ટોરન્ટ સંચાલકો કોલસા પર રસોઈ બનાવવા માટે મજબૂર બન્યા છે. સંચાલકોને કહેવુ છે કે એલપીજીના સિલિન્ડર સહેલાથી નથી મળી રહ્યા નથી. તેના કારણે હવે અમે રેસ્ટોરન્ટમાં કોલસાની ઉપયોગ કરી રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. જો આવુને આવુ હોય તો અમૂક રેસ્ટોરન્ટો તો બંધ થવાની તૈયારી છે.
Admin
AdminUpdated on: 04 Apr 2026 04:00 PM IST
એલપીજી ન મળતાં સુરતના કેટલીક રેસ્ટોરન્ટ સંચાલકો હવે કોલસા પર રસોઈ કરવા મજબૂરએલપીજી ન મળતાં સુરતના કેટલીક રેસ્ટોરન્ટ સંચાલકો હવે કોલસા પર રસોઈ કરવા મજબૂર

AI Image

સુરતમાં નાની રેસ્ટોરન્ટ અને લોજમાં LPG ગેસની અછત જોવા મળી રહી છે, જેના કારણે સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા ઘણા સ્થળોએ કોલસા પર રસોઈ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. સંચાલકોનો આરોપ છે કે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ તેમને LPG સિલિન્ડર મળતા નથી. આ પરિસ્થિતિને કારણે રેસ્ટોરન્ટ અને લોજ સંચાલકો હવે કોલસાનો વિકલ્પ અપનાવવા મજબૂર બન્યા છે. કોલસાનો ઉપયોગ વધતા તેની કિંમતોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સંચાલકો પર આર્થિક બોજો વધ્યો છે અને વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.

સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ. હિરા ઉદ્યોગ પછી હવે રેસ્ટોરન્ટનો બંધ થવાનો વારો આવ્યો છે. વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દરેક ક્ષેત્રમાં મંદી જોવા મળી રહી છે. તેવામાં સુરતના રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા હવે એલપીજીના ગેસની અછતના કારણે હવે તેવો રસોઈ કોલસા પર બનાવા મંજબૂર બન્યા છે. તેમનું કહેવુ છે કે લાંબી લાઈન ઉભી રહેવા છતા પણ એલપીજીના ગેસ સિલિન્ડર મળતા નથી. તેના કારણે ધંધામાં તેની અસર જોવા મળી રહે છે. તે ભાગરૂપે અમે કોલસાનો ઉપયોગ કરીને રસોઈ બનાવીયે છે.

સુરતમાં અત્યારે વિશ્વમાં જે પ્રકાર ચાલી રહ્યુ છે .તેના લીધે સુરતના નાના રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ઘણા સ્થળોમાં રસોઈ કલોસમાં બનાવવા મજબૂર બન્યા છે. તેનુ મહ્ત્તવનું કારણ છે કે યુદ્ધન કારણે એલપીજી સિલિન્ડર મળી રહ્યા નથી. અને કેટલાક લોકો લાંબી લાઈનમાં કલાકો સુધી ઉભા રહે છે. તો પણ તેમને ગેસ સિલેન્ડર પ્રાપ્ત થતા નથી. જેના કારણે તેમને ધંધામાં મોટુ નુકશાનન થાય તે માટે તેવો કોલસામાં રસોઈ બનાવા મંજબૂર બન્યા છે.


સુરતમાં નાના રેસ્ટોરન્ટો બંધ થવાની હાલતમાં જોવા મળી રહ્યા છે. સંચાલકોના માલિકોએ કહ્યુ છે કે જો આવીને આવી સ્થિતિ લાંબા સમયથી ચાલશે તો અમારે રેસ્ટોરન્ટ બંધ કરવાનો વારો આવશે, કેમ કે એલપીજી સહેલાથી મળી રહ્યા નથી. અને જે મળે છે તે બ્લેકમાં પણ ખુબ  મોંઘા મળી રહ્યા છે. તે તેમને પોસાય તેવુ નથી. જેના કારણે તેવો હાલ નાના રેસ્ટોરન્ટની હાલત નાજૂક જોવા મળી રહી છે. ને કેટલાક રેસ્ટોરન્ટ ના છૂટકે કોલસા પર રસોઈ બનાવી રહ્યા છે. તેના કારણે કોલસાના ભાવ પણ વધારો નોંધાયો છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.