Get News Alerts

Never miss breaking news updates.

રાજ્યસભા માટે ગુજરાતના 4 ઉમેદવારની ભાજપ દ્વારા જાહેરાત, જાણો કોને-કોને મળી ટિકિટ

Rajyasabha Gujarat Candidate: રાજ્યસભા માટે ગુજરાત ભાજપે 4 ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંઝારીયાના નામની જાહેરાત કરી છે.
Admin
AdminUpdated on: 04 Jun 2026 06:16 PM IST
રાજ્યસભા માટે ગુજરાતના 4 ઉમેદવારની ભાજપ દ્વારા જાહેરાત, જાણો કોને-કોને મળી ટિકિટરાજ્યસભા માટે ગુજરાતના 4 ઉમેદવારની ભાજપ દ્વારા જાહેરાત, જાણો કોને-કોને મળી ટિકિટ

Rajyasabha Gujarat Candidate: રાજ્યસભા માટે ગુજરાત ભાજપે 4 ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારીયા નામની જાહેરાત કરી છે.

ચારેય ઉમેદવાર બિનહરીફ જીતશે
ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે, જ્યારે 18 જૂને મતદાન યોજાશે. વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત તેના પક્ષમાં નથી. આમ આ ચારેય ઉમેદવાર બિનહરિફ થઈ જશે.

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસની એકપણ સીટ નહીં
આ વખતે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય, લોકસભામાં માત્ર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે ભાજપના નરહરિ અમીન, રામભાઈ મોકરિયા અને રમીલાબેન બારાનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે.

આ સાથે જ ભાજપે અરૂણાચલ પ્રદેશમાંથી તાઈ તાગાક, મધ્ય પ્રદેશમાંથી તરુણ ચૂગ અને રજનીશ અગ્રવાલ, મણિપુરમાંથી શારદા દેવી, રાજસ્થાનમાંથી ડો. અલકા ગુર્જર અને સતીષ પૂનિયા અને ઓડિશામાંથી દેબાશિષ સામંતરાયના નામની જાહેરાત કરી છે.

હાલમાં રાજ્યસભામાં સાંસદ

  1. બાબુભાઈ દેસાઈ
  2. ગોવિંદભાઈ ધોળકિયા
  3. એસ. જયશંકર
  4. કેસરીદેવસિંહ ઝાલા
  5. જેપી નડ્ડા
  6. મયંક નાયક
  7. જશવંતસિંહ પરમાર
AUTHOR
Admin

Admin

Author details are not available.