Get News Alerts

Never miss breaking news updates.

રાજપીપળાના કાર્યક્રમમાં નાંદોદના MLA દર્શના દેશમુખનું વોકઆઉટ, રાજીનામાની ચીમકી

MLA Darshana Deshmukh Controversy: રાજપીપળા ખાતે આંબેડકર હોલમાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રબુદ્ધ નાગરિકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ પૂર્વ વનમંત્રી ગણપત વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Admin
AdminUpdated on: 15 Jun 2026 05:06 PM IST
રાજપીપળાના કાર્યક્રમમાં નાંદોદના MLA દર્શના દેશમુખનું વોકઆઉટ, રાજીનામાની ચીમકીરાજપીપળાના કાર્યક્રમમાં નાંદોદના MLA દર્શના દેશમુખનું વોકઆઉટ, રાજીનામાની ચીમકી

MLA Darshana Deshmukh Controversy: રાજપીપળા ખાતે આંબેડકર હોલમાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રબુદ્ધ નાગરિકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ પૂર્વ વનમંત્રી ગણપત વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ નારાજ થઈ કાર્યક્રમમાંથી વોકઆઉટ કરી નીકળી ગયા હતા. ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે, કાર્યક્રમમાં તેમના પદના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નથી. તેમજ યોગ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે તેમનું અપમાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

નારાજગી વ્યક્ત કરતા ડૉ. દર્શનાબેન દેશમુખ રાજપીપળાના ગાંધી ચોક વિસ્તારમાં ધરણાં પર બેસી ગયા હતા. તેમણે સંગઠન અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ધારાસભ્યએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષમાં મનગમતા લોકોને ટિકિટ આપવાની અને મનમાની કરવાની વૃત્તિને કારણે ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ડૉ. દર્શનાબેન દેશમુખે એવો પણ દાવો કર્યો હતો કે, ગાંધીનગરના એક પ્રભાવશાળી મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ હોવાથી તેઓ મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ જિલ્લા ભાજપના આંતરિક મતભેદોને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.

નર્મદા MLAના ધરણાંને સાંસદ મનસુખ વસાવાનું સમર્થન
નર્મદા જિલ્લાના રાજકીય ઘટનાક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખના ધરણાને હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ખુલ્લું સમર્થન મળ્યું છે.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ‘આ માત્ર ધારાસભ્યનું અપમાન નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે.’ તેમણે વધુમાં કહ્યું કે, આવા સંજોગોમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવનું રાજીનામું લઈ લેવું જોઈએ.

ચૂંટણી દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે તેમના પર હાથ ઉઠાવ્યો હોવાના પ્રશ્નના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘એ શું મારા પર હાથ ઉઠાવે? એટલી તાકાત નથી. મારા પર હાથ ઉઠાવશે તો હું તેના હાથ ખેંચી નાખું.’ સાંસદના આ નિવેદનો બાદ નર્મદા જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.