રાજકોટમાં શિક્ષિકાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનારા વિદ્યાર્થીની ધરપકડ



રાજકોટમાં શિક્ષિકાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનારા વિદ્યાર્થીની ધરપકડ



Rajkot News: રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વર્ષ 2012માં જે વિદ્યાર્થીને ધો.10માં અભ્યાસ કરાવ્યો હતો તે જ વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કરી ત્યારબાદ લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ રૂપિયા પડાવી લગ્ન કરવાની ના પાડતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા આરોપી પૂર્વ વિદ્યાર્થીએ વારાણસીમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શિક્ષિકાના ફોટા-વીડિયો વાયરલ કરી દેતા વધુ એક ફરિયાદ નોંધાઈ હતી.
ત્યારે અઢી મહિનાથી તે નાસતો-ફરતો હતો. આ દરમિયાન આરોપી ધ્રુવલ દેસાઈ જામકંડોરણા આવ્યો હોવાની બાતમી મળી હતી. ત્યારે ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




