Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ દારૂ પ્રકરણમાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, SMCએ 70 લાખથી વધુનો જથ્થો ઝડપ્યો

Rajkot State Monitoring Cell Raid: રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપાયેલા કરોડો રૂપિયાના દારૂના જથ્થાના મામલે પોલીસ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.આર. વસાવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 21 Jun 2026 08:37 PM IST
રાજકોટ દારૂ પ્રકરણમાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, SMCએ 70 લાખથી વધુનો જથ્થો ઝડપ્યોરાજકોટ દારૂ પ્રકરણમાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, SMCએ 70 લાખથી વધુનો જથ્થો ઝડપ્યો

Rajkot State Monitoring Cell Raid: રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપાયેલા કરોડો રૂપિયાના દારૂના જથ્થાના મામલે પોલીસ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.આર. વસાવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલે કુવાડવા વિસ્તારમાં આવેલા આર.કે. ઇન્ડસ્ટ્રીઝ, શ્રી રામદેવ પ્લોટ ખાતે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોજ હાસમ સંધિ દ્વારા આ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

SMCની કાર્યવાહીમાં અંદાજે રૂ. 70.38 લાખની કિંમતનો વિદેશી દારૂ, જેમાં કુલ 26,304 બોટલોનો સમાવેશ થાય છે, જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કર્યા હતા. 

દારૂના આ મોટા કૌભાંડના પગલે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કુવાડવા પોલીસ મથકના PI વી.આર. વસાવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.