રાજકોટ SOGની મોટી કાર્યવાહી, લાખોના ગાંજા સાથે 2 આરોપીની અટકાયત



રાજકોટ SOGની મોટી કાર્યવાહી, લાખોના ગાંજા સાથે 2 આરોપીની અટકાયત



રાજકોટઃ શહેરમાં નશીલા પદાર્થોનું દૂષણ ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમને વધુ એક સફળતા મળી છે. મળતી માહિતી પ્રમાણે, કુવાડવા-વાંકાનેર રોડ પરથી લાખોની કિંમતના ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ બે આરોપીની અટકાયત કરી છે.
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શરદ ઉર્ફે શિવો ભરખડા અને સોયબ ચૌહાણ નામના બે આરોપીની અટકાયત કરી છે. આ સાથે પોલીસે 1.09 લાખની કિંમતનો 193 ગ્રામ ગાંજો તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સણોસરા ગામના રસ્તે સૂર્યરામપરા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી કેબિન પાસેથી આરોપીઓને દબોચી લીધા છે. રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ આ નશીલો પદાર્થ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.




