Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ SOGની મોટી કાર્યવાહી, MD ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપીની ધરપકડ

Rajkot: રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેર પોલીસની એસ.ઓ.જી (SOG) ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને ચાર આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
Admin
AdminUpdated on: 28 Jun 2026 09:36 PM IST
રાજકોટ SOGની મોટી કાર્યવાહી, MD ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપીની ધરપકડરાજકોટ SOGની મોટી કાર્યવાહી, MD ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપીની ધરપકડ

Rajkot: રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેર પોલીસની એસ.ઓ.જી (SOG) ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને ચાર આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, એસ.ઓ.જીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર ગામ નજીક નશીલા પદાર્થોની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસે ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 17.5 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 1.75 લાખ થાય છે. આ ઉપરાંત મોબાઈલ ફોન, કાર અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા 5,72,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા ચારેય આરોપીઓ રાજકોટના રહેવાસી છે અને તેઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં ડ્રગ્સના નેટવર્ક સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ સફળ ઓપરેશનને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.