Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં સ્કૂલ વાનચાલકની ઘોર બેદરકારી, ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યાં; વીડિયો વાયરલ

રાજકોટ શહેરમાં સ્કૂલ વાનચાલકની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં નિયમોને નેવે મૂકીને માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
Admin
AdminUpdated on: 24 Jun 2026 06:19 PM IST
રાજકોટમાં સ્કૂલ વાનચાલકની ઘોર બેદરકારી, ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યાં; વીડિયો વાયરલરાજકોટમાં સ્કૂલ વાનચાલકની ઘોર બેદરકારી, ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યાં; વીડિયો વાયરલ

Rajkot News: રાજકોટ શહેરમાં સ્કૂલ વાનચાલકની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં નિયમોને નેવે મૂકીને માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં એક જ સ્કૂલ વાનમાં તેની ક્ષમતા કરતાં અનેકગણા વધુ વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે. અંદાજે 20થી 25 જેટલા બાળકોને ઘેટાં-બકરાંની જેમ ખીચોખીચ બેસાડવામાં આવ્યા હોવાનું નજરે પડે છે. એટલું જ નહીં, વાનનો પાછળનો કાચ સંપૂર્ણપણે તૂટેલો હોવા છતાં વાહન રસ્તા પર દોડાવવામાં આવી રહ્યું હતું. કેટલાક બાળકો તૂટેલા કાચની જગ્યાને પકડીને જોખમી રીતે બેઠેલા પણ જોવા મળ્યા હતા.

આવી સ્થિતિમાં જો ચાલતી વાનને અકસ્માત નડે અથવા કોઈ દુર્ઘટના સર્જાય તો બાળકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે તેવો સવાલ ઊભો થયો છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વાલીઓમાં પણ ચિંતા વ્યાપી છે. હવે આ મામલે આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.