રાજકોટના સાંઢિયા બ્રિજની ગુણવત્તા સામે સવાલ, લોકાર્પણ પહેલાં જ બેસી ગયો!



રાજકોટના સાંઢિયા બ્રિજની ગુણવત્તા સામે સવાલ, લોકાર્પણ પહેલાં જ બેસી ગયો!



Rajkot Sandhiya Bridge: રાજકોટમાં તાજેતરમાં બનાવવામાં આવેલા સાંઢિયા બ્રિજની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. આ બ્રિજને બનાવવામાં મહાનગરપાલિકાએ અંદાજે 74 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ત્યારે લોકાર્પણ પહેલાં જ બ્રિજનો ભાગ બેસી જતા અનેક સવાલ ઊભા થયા છે.
રાજકોટ શહેરમાં આવેલા સાંઢિયા બ્રિજની કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાં જ બેસી ગયો હતો. જેને લઈને બ્રિજની કામગીરી અંગે અનેક સવાલ ઊભા થયા છે. બ્રિજની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
આ ઉપરાંત બ્રિજની વચ્ચે બનાવવામાં આવેલા ડિવાઇડરની કામગીરીમાં પણ બેદરકારી જોવા મળી છે. આ અંગે સિટી એન્જિનિયરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ બ્રિજ પર લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તે દરમિયાન બ્રિજનો ભાગ બેસી ગયો હતો, પરંતુ તેનાથી અકસ્માત સર્જાવાની કોઈ શક્યતા નથી. જૂનો પુલ હતો ત્યારે એરપોર્ટનું પાણી ત્યાં થઈને જતું હતું. તેને કારણે નવા બ્રિજની ડિઝાઇન પણ તે જ રીતે કરવામાં આવી છે.




