Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં ગેરકાયદેસર રહેતી 9 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી

Rajkot News: રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસે ચાર બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. જ્યારે રાજકોટ શહેર વિસ્તારમાંથી પાંચ મહિલાઓ મળી આવતાં કુલ નવ બાંગ્લાદેશી મહિલાઓ પોલીસના હાથે ઝડપાઈ છે.
Admin
AdminUpdated on: 04 Jun 2026 08:11 PM IST
રાજકોટમાં ગેરકાયદેસર રહેતી 9 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહીરાજકોટમાં ગેરકાયદેસર રહેતી 9 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી

Rajkot News: રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસે ચાર બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. જ્યારે રાજકોટ શહેર વિસ્તારમાંથી પાંચ મહિલાઓ મળી આવતાં કુલ નવ બાંગ્લાદેશી મહિલાઓ પોલીસના હાથે ઝડપાઈ છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આશરે 140 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચાર મહિલાઓ પાસે ભારત દેશમાં કાયદેસર રહેવા માટે જરૂરી દસ્તાવેજો ન હોવાનું સામે આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલી મહિલાઓની ઓળખ, રહેઠાણ અને ભારતમાં પ્રવેશ સંબંધિત વિગતોની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં તેઓ બાંગ્લાદેશના નાગરિક હોવાનું બહાર આવ્યું છે. તમામ મહિલાઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને સંબંધિત કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનાર વિદેશી નાગરિકો સામે કાર્યવાહી માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં મળીને નવ બાંગ્લાદેશી મહિલાઓ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને આગામી દિવસોમાં પણ તપાસ અભિયાન વધુ તેજ કરવામાં આવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.