રાજકોટમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે મેગા ડ્રાઇવ, વેરિફિકેશન બાદ ડિપોર્ટની કાર્યવાહી હાથ ધરાશે



રાજકોટમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે મેગા ડ્રાઇવ, વેરિફિકેશન બાદ ડિપોર્ટની કાર્યવાહી હાથ ધરાશે



Rajkot Police Drive: રાજકોટ શહેરમાં મોડીરાતે પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં કુલ 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તપાસ દરમિયાન કેટલાક વ્યક્તિઓ પાસેથી એકથી વધુ આધાર કાર્ડ મળી આવ્યા હતા, જ્યારે કેટલાકના ઓળખ દસ્તાવેજોમાં ભારતીય સરનેમ ધરાવતા ખોટા આધાર કાર્ડ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ડ્રાઈવ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એકસાથે ચલાવવામાં આવી હતી. હાલમાં તમામ અટકાયત કરાયેલા વ્યક્તિઓનું પોલીસ દ્વારા જરૂરી વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તેમના વિરુદ્ધ ડિપોર્ટ સહિતની આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




