Get News Alerts

Never miss breaking news updates.

ACP વીજી પટેલ વયનિવૃત્તિના એક દિવસ પહેલાં જ સસ્પેન્ડ, ગૃહ વિભાગની મોટી કાર્યવાહી

Rajkot Police: રાજકોટ શહેર પોલીસ વિભાગમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા એસીપી વી.જી. પટેલને ગૃહ વિભાગ દ્વારા ડિસમિસ કરવામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 01 Jun 2026 08:19 PM IST
ACP વીજી પટેલ વયનિવૃત્તિના એક દિવસ પહેલાં જ સસ્પેન્ડ, ગૃહ વિભાગની મોટી કાર્યવાહીACP વીજી પટેલ વયનિવૃત્તિના એક દિવસ પહેલાં જ સસ્પેન્ડ, ગૃહ વિભાગની મોટી કાર્યવાહી

Rajkot Police: રાજકોટ શહેર પોલીસ વિભાગમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા એસીપી વી.જી. પટેલને ગૃહ વિભાગ દ્વારા ડિસમિસ કરવામાં આવ્યા છે.

માહિતી મુજબ, તેમના વિરુદ્ધ ચાલી રહેલી ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલો ત્યારે સામે આવ્યો હતો, જ્યારે વડોદરામાં પરત ફરવા દરમિયાન એક જુગારના આરોપીને મદદ કરવાનો આક્ષેપ તેમના પર લગાવવામાં આવ્યો હતો.

ગૃહ વિભાગે કડક વલણ અપનાવીને કાર્યવાહી કરતા એસીપી વી.જી. પટેલને સેવા પરથી હટાવી દીધા છે. ખાસ વાત એ છે કે, તેઓ 31 મેના રોજ નિવૃત થવાના હતા, પરંતુ તેના એક દિવસ પહેલા એટલે કે 30 મેના રોજ જ તેમને ડિસમિસ કરવામાં આવ્યા હતા.

આ અચાનક લેવાયેલા નિર્ણયથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાને લઈને વિભાગીય તપાસ અને આગળની પ્રક્રિયા વિશે વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.