Get News Alerts

Never miss breaking news updates.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોમાં રોષ, કહ્યું - ભાવવધારાથી સામાન્ય માણસને આર્થિક ફટકો

Rajkot Petrol Price Reaction: રાજ્યમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય નાગરિકોની ચિંતા વધી ગઈ છે. એક તરફ ઓછી આવક અને બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ઇંધણના ભાવમાં વધારો થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Admin
AdminUpdated on: 15 May 2026 03:15 PM IST
પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોમાં રોષ, કહ્યું - ભાવવધારાથી સામાન્ય માણસને આર્થિક ફટકોપેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોમાં રોષ, કહ્યું - ભાવવધારાથી સામાન્ય માણસને આર્થિક ફટકો

Rajkot Petrol Price Reaction: રાજ્યમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય નાગરિકોની ચિંતા વધી ગઈ છે. એક તરફ ઓછી આવક અને બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ઇંધણના ભાવમાં વધારો થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, આજે પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 2.98 રૂપિયાનો વધારો નોંધાયો છે. અગાઉ પેટ્રોલનો ભાવ 94.31 રૂપિયા પ્રતિ લીટર હતો, જે હવે વધીને 97.29 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તે જ રીતે ડીઝલના ભાવમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. ડીઝલના પ્રતિ લીટર ભાવમાં 3.09 રૂપિયાનો વધારો થતાં જૂનો ભાવ 89.99 રૂપિયાથી વધીને હવે 93.08 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, બજારમાં પહેલેથી જ બેરોજગારી અને મોંઘવારીની સમસ્યા છે, ત્યારે ઇંધણના ભાવ વધવાથી રોજિંદા જીવન પર સીધી અસર પડશે. લોકોનું માનવું છે કે, આજના સમયમાં પેટ્રોલ-ડીઝલ વગર જીવન શક્ય નથી અને તેના ભાવ વધવાથી દરેક ક્ષેત્રમાં ખર્ચ વધી જશે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં આગામી દિવસોમાં શાકભાજી, દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મધ્યમ વર્ગના પરિવારો દ્વારા સરકાર સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે, આવી આર્થિક પરિસ્થિતિમાં ભાવ વધારો કરવો યોગ્ય નથી. લોકોનું કહેવું છે કે, આવક મર્યાદિત છે, જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે નવા ભાવ વધારાનો સીધો પ્રભાવ મિડલ ક્લાસ પરિવારના બજેટ પર પડશે. ઇંધણના વધેલા ભાવને કારણે સામાન્ય માણસને વધુ એક આર્થિક ફટકો લાગ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.