Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટના બર્ગર કિંગમાં 72 લિટર અખાદ્ય દૂધનો નાશ, 10 હજારનો દંડ ફટકાર્યો

Rajkot Municipal Coporation: રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે ફૂડ સેફ્ટી મામલે શહેરના કાલાવડ રોડ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઈને ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
Admin
AdminUpdated on: 08 May 2026 07:23 PM IST
રાજકોટના બર્ગર કિંગમાં 72 લિટર અખાદ્ય દૂધનો નાશ, 10 હજારનો દંડ ફટકાર્યોરાજકોટના બર્ગર કિંગમાં 72 લિટર અખાદ્ય દૂધનો નાશ, 10 હજારનો દંડ ફટકાર્યો

Rajkot Municipal Coporation: રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે ફૂડ સેફ્ટી મામલે શહેરના કાલાવડ રોડ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઈને ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે શહેરના કાલાવડ રોડ પર આવેલી પ્રખ્યાત ફૂડ ચેઇન બર્ગર કિંગમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ગંભીર લાપરવાહી સામે આવી હતી. તપાસ દરમિયાન બર્ગર કિંગમાંથી 72 લિટર એક્સપાયર્ડ દૂધ મળી આવ્યું હતું. ત્યારે આરોગ્ય વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે જ આ અખાદ્ય દૂધના જથ્થાનો નાશ કર્યો હતો.

આ ઉપરાંત નિયમોના ઉલ્લંઘન બદલ બર્ગર કિંગને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય 21 ધંધાર્થીઓને ત્યાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 4 એકમોને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી અને 17 સ્થળોએથી નમૂના લઈને તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.