રાજકોટ પોલીસની ઘોર બેદરકારી, આરોપીએ પોલીસ સ્ટેશનમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો



રાજકોટ પોલીસની ઘોર બેદરકારી, આરોપીએ પોલીસ સ્ટેશનમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો



Rajkot News: રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશનની ઘોર બેદરકારી સામે આવી છે. પોલીસ સ્ટેશનમાંથી જ આરોપી રફુચક્કર થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે પોલીસની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
પૂછપરછ માટે લાવવામાં આવેલા એક શખ્સે પોલીસ સ્ટેશનમાંથી જ ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી શખ્સ મહિલાના કિંમતી દાગીના પડાવી લેવાના ગુનામાં પકડાયો હતો. ત્યારે આરોપીની પોલીસ સ્ટેશનમાં સઘન પૂછપરછ ચાલી રહી હતી. ત્યારે જ મોકો જોઈને આ આરોપીએ પોલીસની નજર ચૂકવી ત્યાંથી રફુચક્કર થવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે, પોલીસ સ્ટેશનમાં જવાનોની હાજરી વચ્ચે આરોપીની આ રીતે ભાગવાની હિંમત કેવી રીતે થઈ શકે.




