રાજકોટમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં, મોટા પ્રમાણમાં એક્સપાયર્ડ ચોકલેટ-પેપ્સી ઝડપી



રાજકોટમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં, મોટા પ્રમાણમાં એક્સપાયર્ડ ચોકલેટ-પેપ્સી ઝડપી



Rajkot News: રાજકોટમાં બાળકોના આરોગ્ય સાથે સંકળાયેલી ગંભીર બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે. જો તમે તમારા બાળકોને ચોકલેટ આપતા હોવ તો સાવચેત રહેવું જરૂરી છે. કારણ કે, શહેરમાં એક્સપાયરી ડેટવાળી ચોકલેટનો મોટો જથ્થો ઝડપાયો છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ડાયમંડ ચોકલેટ સ્ટોરના ગોડાઉનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટવાળી ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો.
આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા સમગ્ર શંકાસ્પદ માલ જપ્ત કરી લીધો હતો. માત્ર ચોકલેટ જ નહીં, પરંતુ બાળકોમાં લોકપ્રિય એવી પેપ્સી જેવી પીણાની શંકાસ્પદ સ્ટોક પણ આરોગ્ય વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું છે કે, તમામ જથ્થાને સીઝ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે અને આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




