રાજકોટના ગોંડલ રોડ પર ગમખ્વાર અકસ્માત, 2નાં મોત; 5 ઇજાગ્રસ્ત



રાજકોટના ગોંડલ રોડ પર ગમખ્વાર અકસ્માત, 2નાં મોત; 5 ઇજાગ્રસ્ત



Rajkot Accident: રાજકોટ શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે શહેરના સૌથી વ્યસ્ત એવા ગોંડલ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના સૌથી વ્યસ્ત એવા ગોંડલ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટાટા શોરૂમ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. ત્યારે આ દુર્ઘટનામાં ઇકો કારમાં સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઉપરાંત અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




