Get News Alerts

Never miss breaking news updates.

ગોંડલના ગુંદાળામાં ગોઝારી દુર્ઘટના, મશીનમાં ફસાઈ જતાં શ્રમિક મહિલાનું મોત

Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગુંદાળા રોડ પર આવેલી અવની ઓઇલ મિલમાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. મશીનમાં ફસાઈ જવાથી મહિલા શ્રમિકનું કરુણ મોત થયું છે. મૃતકની ઓળખ શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટ તરીકે થઈ છે. આ દુર્ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Admin
AdminUpdated on: 14 Jun 2026 05:23 PM IST
ગોંડલના ગુંદાળામાં ગોઝારી દુર્ઘટના, મશીનમાં ફસાઈ જતાં શ્રમિક મહિલાનું મોતગોંડલના ગુંદાળામાં ગોઝારી દુર્ઘટના, મશીનમાં ફસાઈ જતાં શ્રમિક મહિલાનું મોત

Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગુંદાળા રોડ પર આવેલી અવની ઓઇલ મિલમાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. મશીનમાં ફસાઈ જવાથી મહિલા શ્રમિકનું કરુણ મોત થયું છે. મૃતકની ઓળખ શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટ તરીકે થઈ છે. આ દુર્ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં ખોળના મશીનમાં કામ દરમિયાન મહિલાનું કપડું અચાનક મશીનમાં અટવાઈ ગયું હતું. જેના કારણે તે મશીનમાં ખેંચાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.