રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા, પનીર-દૂધના નમૂના ફેઇલ



ફાઇલ ફોટો
રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા, પનીર-દૂધના નમૂના ફેઇલ



ફાઇલ ફોટો
રાજકોટઃ શહેરમાં ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન પનીર અને દૂધના નમૂનાઓ ફેઇલ ગયા હતા. ત્યરબાદ તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસેની દુકાનમાંથી લેવાયેલા પનીરના સેમ્પલ ફેઇલ ગયા છે. પ્રેમવાટિકા રેસ્ટોરન્ટનું પનીર પણ કસોટીમાં નિષ્ફળ થયું છે. ત્યારે પનીરની ગુણવત્તા પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
બીજી તરફ, વાવડી વિસ્તારમાં ડેરીફાર્મનું ફૂલ ક્રીમ દૂધ ફેઇલ થયું છે. તેમાં મિલ્ક ફેટ ઓછું મળ્યું છે. ફૂડ સેફ્ટી એક્ટ-2006 હેઠળ 11 અલગ અલગ જગ્યાએથી દૂ ધના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પનીર, ચીઝ, શ્રીખંડ અને મસાલાના નમૂનાઓ પણ તપાસ માટે લેવાયા હતા.
શહેરના ટાગોર રોડ અને કાલાવડ રોડ વિસ્તારમાં ફૂડ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પિત્ઝાની ચેઇન્સમાંથી પણ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નાગરિકોને શુદ્ધ ખોરાક આપવા મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.




