Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ DCB બ્રાન્ચની મોટી કાર્યવાહી, 31 લાખનો ઇંગ્લિશ દારૂ ટ્રકમાંથી જપ્ત

Rajkot Crime News: રાજકોટ ડીસીબી (DCB) બ્રાન્ચે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર પાસે મોટી કાર્યવાહી કરી છે. તેમણે મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ ટ્રકચાલકની અટકાયત કરી છે.
Admin
AdminUpdated on: 09 Jun 2026 09:11 PM IST
રાજકોટ DCB બ્રાન્ચની મોટી કાર્યવાહી, 31 લાખનો ઇંગ્લિશ દારૂ ટ્રકમાંથી જપ્તરાજકોટ DCB બ્રાન્ચની મોટી કાર્યવાહી, 31 લાખનો ઇંગ્લિશ દારૂ ટ્રકમાંથી જપ્ત

Rajkot Crime News: રાજકોટ ડીસીબી (DCB) બ્રાન્ચે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર પાસે મોટી કાર્યવાહી કરી છે. તેમણે મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ ટ્રકચાલકની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ, પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ટ્રકની તલાશી લેવામાં આવી હતી. જેમાંથી મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ અંદાજે 31 લાખ રૂપિયાનો ઇંગ્લિશ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક મારફતે આ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ દ્વારા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ આ ગેરકાયદેસર નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. DCB બ્રાન્ચે જણાવ્યું છે કે, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.