Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટની મધ્યસ્થ જેલના કેદીએ વાયરલ કર્યો વીડિયો, સુરક્ષા સામે સવાલ

Rajkot Central Jail Video: રાજકોટ શહેરમાં આવેલી મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. પોક્સો જેવા ગંભીર ગુનામાં સજા ભોગવી ચૂકેલા પીયુષ માકડિયા નામના યુવકે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને કારણે જેલ તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે.
Admin
AdminUpdated on: 06 May 2026 08:13 PM IST
રાજકોટની મધ્યસ્થ જેલના કેદીએ વાયરલ કર્યો વીડિયો, સુરક્ષા સામે સવાલરાજકોટની મધ્યસ્થ જેલના કેદીએ વાયરલ કર્યો વીડિયો, સુરક્ષા સામે સવાલ

Rajkot Central Jail Video: રાજકોટ શહેરમાં આવેલી મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. પોક્સો જેવા ગંભીર ગુનામાં સજા ભોગવી ચૂકેલા પીયુષ માકડિયા નામના યુવકે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને કારણે જેલ તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, પીયુષ માકડિયા પોક્સો કેસમાં લગભગ 20 વર્ષની સજા કાપી ચૂક્યો છે. જેલમાંથી મુક્ત થયા બાદ તેણે કથિત રીતે જેલના કાર્ડ સાથેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

સામાન્ય રીતે જેલની આંતરિક કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે. ત્યારે આવી માહિતી જાહેર થતી હોવાના દાવાઓને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યોને કારણે જેલના નિયમો અને સુરક્ષા પ્રણાલીઓ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

આ મામલે હજી સુધી સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. નોંધનીય છે કે, વાયરલ થયેલા વીડિયોની સત્યતા અંગે અમે પુષ્ટિ કરતા નથી. હવે જોવાનું રહેશે કે, રાજકોટ મધ્યસ્થ જેલના અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારા માટે કયા પગલાં લેવામાં આવે છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.