Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ બસપોર્ટ પર ST ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત, બે મુસાફરો ઈજાગ્રસ્ત

Rajkot Bus Depot: રાજકોટના બસપોર્ટ પર આજે સવારે ગંભીર ઘટના બની હતી. જેમાં એસટી બસના ડ્રાઈવરની બેદરકારીના કારણે બે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 07:16 PM IST
રાજકોટ બસપોર્ટ પર ST ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત, બે મુસાફરો ઈજાગ્રસ્તરાજકોટ બસપોર્ટ પર ST ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત, બે મુસાફરો ઈજાગ્રસ્ત

Rajkot Bus Depot: રાજકોટના બસપોર્ટ પર આજે સવારે ગંભીર ઘટના બની હતી. જેમાં એસટી બસના ડ્રાઈવરની બેદરકારીના કારણે બે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

મુન્દ્રાથી રાજકોટ આવતી એસટી બસ જ્યારે બસપોર્ટ પર પહોંચી અને પ્લેટફોર્મ પર પાર્કિંગ કરવામાં આવી રહી હતી. ત્યારે ડ્રાઈવરે સમયસર બ્રેક ન લગાવતા બસ નિયંત્રણ ગુમાવી બેઠી હતી. પરિણામે બે મુસાફરો બસની હડફેટે આવ્યા હતા.

આ અકસ્માતમાં એક મુસાફરને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય મુસાફરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ત્યારે બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં મુસાફર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર નવો હોવાનું પણ ખુલ્યું છે. ભુજના મુન્દ્રા ડેપો દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.