સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુ આકરા પાણીએ, બાગેશ્વર બાબાનું નામ લીધા વગર પ્રહાર



સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુ આકરા પાણીએ, બાગેશ્વર બાબાનું નામ લીધા વગર પ્રહાર



Bageshwar Baba in Rajkot: દેશભરમાં બાગેશ્વર ધામથી પ્રસિદ્ધ થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી સમયમાં રાજકોટમાં દરબાર યોજવાના છે. ત્યારે તે પહેલાં જ તેમની કથાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુએ બાગેશ્વર બાબાનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહાર કર્યા હતા.
જ્યોતિર્નાથ બાપુએ નિવેદનમાં કહ્યું કે, ‘એક એવી વ્યક્તિ છે જેણે ગુજરાતી સમાજને ગાંડો કર્યો છે.’ તેમણે વધુમાં આરોપ લગાવ્યો છે કે, સનાતન ધર્મની આડમાં વૈજ્ઞાનિક ખેલ કરવામાં આવે છે અને હવે આવનારા દિવસોમાં રાજકોટના સ્ટેજ પર પણ આવો જ ખેલ જોવા મળશે. તેમણે દાવો કર્યો કે, આ વ્યક્તિ જુદા જુદા પ્રયોગો અને ખેલ દ્વારા લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ કરશે. જ્યોતિર્નાથ બાપુના આ નિવેદન બાદ રાજકોટના ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જો કે, આ મુદ્દે હજુ સુધી બાબા બાગેશ્વર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
જ્યોતિર્નાથ બાપુ જણાવે છે કે, ‘આપ જાણો છો કે, સનાતનમાં ક્યાંય અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્ટેજ પર ચડી, જુદા જુદા ખેલ કરીને લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં વધારો કરે છે. આ એ જ વ્યક્તિ છે જેણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કહ્યો હતો. તમે સનાતન ધર્મના ફિરકા લઈને નીકળી પડતા હોવ તો તમને અધિકાર નથી આપ્યો કે, તમે અંધશ્રદ્ધા ફેલાવો. આ ક્યાંય સંત સમાજ સાંખી નહીં લે, તમે પરંપરાના નામ પર ચિઠ્ઠી ખોલો અને ખેલ બતાવો, તેને અમારો ખુલ્લો વિરોધ છે અને રહેશે.’




