Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં બાબા બાગેશ્વરના આગમન પહેલાં વિવાદ, વિજ્ઞાનજાથાના ડૉ. જયંત પંડ્યાને ચેતવણી

રાજકોટ: બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ આગમન પહેલાં શહેરમાં વિરોધ અને સમર્થન વચ્ચેનું વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન જીજ્ઞેશ રામાવત નામના યુવકે વિજ્ઞાનજાથાના ડૉ. જયંત પંડ્યા અને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાને ખુલ્લી ચેતવણી આપતા નિવેદન જાહેર કર્યું છે.
Admin
AdminUpdated on: 30 May 2026 10:13 PM IST
રાજકોટમાં બાબા બાગેશ્વરના આગમન પહેલાં વિવાદ, વિજ્ઞાનજાથાના ડૉ. જયંત પંડ્યાને ચેતવણીરાજકોટમાં બાબા બાગેશ્વરના આગમન પહેલાં વિવાદ, વિજ્ઞાનજાથાના ડૉ. જયંત પંડ્યાને ચેતવણી

રાજકોટ: બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ આગમન પહેલાં શહેરમાં વિરોધ અને સમર્થન વચ્ચેનું વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન જીજ્ઞેશ રામાવત નામના યુવકે વિજ્ઞાનજાથાના ડૉ. જયંત પંડ્યા અને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાને ખુલ્લી ચેતવણી આપતા નિવેદન જાહેર કર્યું છે.

જીજ્ઞેશ રામાવતે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘હિન્દુ વિરોધી તત્વોએ હવે અટકી જવું જોઈએ. અમે ગાંધી માર્ગે નહીં, પરંતુ ક્રાંતિના માર્ગે વિરોધ કરીશું. હું ખુલ્લી ચેતવણી આપું છું, જે સમજવું હોય તે સમજી લેજો.’ તેમના આ નિવેદન બાદ શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કાર્યક્રમને લઈને અગાઉથી જ વિવિધ સંગઠનો દ્વારા સમર્થન અને વિરોધના સ્વર ઉઠી રહ્યા છે. જીજ્ઞેશ રામાવતના આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. હાલ સુધી ડૉ. જયંત પંડ્યા અને પુરુષોત્તમ પીપળીયાની તરફથી આ નિવેદન અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.