Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં દીકરીની કસ્ટડીના વિવાદ મામલે નવો વળાંક, પોલીસે કહ્યું - દંપતી પુરાવો આપી શક્યું નહીં

Rajkot Police: ગઈ કાલે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુગલ દ્વારા તેની દીકરીની કસ્ટડી મેળવવા B ડિવિઝન પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં નવો વળાંક આવ્યો હતો.
Admin
AdminUpdated on: 27 May 2026 08:16 PM IST
રાજકોટમાં દીકરીની કસ્ટડીના વિવાદ મામલે નવો વળાંક, પોલીસે કહ્યું - દંપતી પુરાવો આપી શક્યું નહીંરાજકોટમાં દીકરીની કસ્ટડીના વિવાદ મામલે નવો વળાંક, પોલીસે કહ્યું - દંપતી પુરાવો આપી શક્યું નહીં

Rajkot Police: ગઈ કાલે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુગલ દ્વારા તેની દીકરીની કસ્ટડી મેળવવા B ડિવિઝન પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં નવો વળાંક આવ્યો હતો. 

આ તકે સમગ્ર મામલે રાજકોટ B ડિવિઝન પોલીસ મથકના PI જીઆર ચૌહાણ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નિકુંજ ચાંદેગરા અને તેની પત્ની વિશ્વા દ્વારા અહીં પોતાની દીકરીની કસ્ટડી લેવા માટે અરજી કરવામાં આવી હતી. જેથી અમારા સ્ટાફ દ્વારા તે દીકરી તેની છે, તેવું પુરવાર થાય તે માટે બાળકીના જન્મનો દાખલો અથવા તો કોઈ સરકારી પુરાવો માગવામાં આવ્યો હતો, પણ તપાસની શરૂઆતથી જ બંને લોકો પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા હતા અને કાયદો હાથમાં લઈ રહ્યા હતા. આથી વિશ્વા નામની મહિલાના પિતા દ્વારા નિકુંજ અને વિશ્વા વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, ત્યારબાદ પણ બંને યુગલ પોલીસ સાથે ઘર્ષણ કરી કામમાં અડચણ ઉભી કરી રહ્યા હતા.

આ સાથે વિશ્વાના પરિવાર દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, જો તમે આ બાળકી તેમને સોંપશો તો આ લોકો તેને વેચી નાખશે આથી અમે તેમની ખરાઇ કરવા માટે B ડિવિઝન પોલીસ મથકે બોલાવ્યા હતા. જેમાં પણ બંને યુગલ દ્વારા ખોટા બહાનાઓ આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો અને દીકરીની કસ્ટડી લેવા માટે B ડિવિઝન પોલીસ સ્ટાફને ઉચ્ચ અધિકારીઓની અને મોટા નેતાઓની ધમકી ટેલિફોનિક  આપવામાં આવી હતી અને મીડિયાનો સહારો લઈ પોલીસને બદનામ કરવાનું કામ કર્યું છે. ત્યારે B ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે જીણવટભરી તપાસ કરી રહી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.