રાજકોટમાં કરૂણાંતિકાઃ આજી ડેમમાં ન્હાવા પડેલો પરિવાર ડૂબ્યો, 4ના મોત



રાજકોટમાં કરૂણાંતિકાઃ આજી ડેમમાં ન્હાવા પડેલો પરિવાર ડૂબ્યો, 4ના મોત



રાજકોટઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં આજી ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા સહિત સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરવિભાગની ટીમ પણ આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયરવિભાગની ટીમે 3 સભ્યોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને એક મૃતદેહની શોધખોળ હજુ ચાલુ છે.
મળતી માહિતી પ્રમાણે, કાળઝાળ ગરમી વચ્ચે એક જ પરિવારના સભ્યો આજી ડેમ ખાતે ન્હાવા માટે આવ્યા હતા. ત્યારે ન્હાતી વેળા ચારેય સભ્યો આજી ડેમમાં ડૂબી ગયા હતા અને ચારેયના મોત નીપજ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ચારેય મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




