સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે તંત્ર સજ્જ, ભારતીય નેવી બેન્ડ રહેશે મુખ્ય આકર્ષણ

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય લોકમેળાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ભવ્ય લોકમેળા માટે તંત્રે બ્લુપ્રિન્ટ તૈયાર કરી તમામ જરૂરી વ્યવસ્થાઓને અંતિમ રૂપ આપવાનું શરૂ કર્યું છે. દર વર્ષે લાખો લોકો આ મેળાની મુલાકાત લેતા હોવાથી આ વખતે ખાસ કરીને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.
Growth Now News
Growth Now News
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે તંત્ર સજ્જ, ભારતીય નેવી બેન્ડ રહેશે મુખ્ય આકર્ષણસૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે તંત્ર સજ્જ, ભારતીય નેવી બેન્ડ રહેશે મુખ્ય આકર્ષણ

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય લોકમેળાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ભવ્ય લોકમેળા માટે તંત્રે બ્લુપ્રિન્ટ તૈયાર કરી તમામ જરૂરી વ્યવસ્થાઓને અંતિમ રૂપ આપવાનું શરૂ કર્યું છે. દર વર્ષે લાખો લોકો આ મેળાની મુલાકાત લેતા હોવાથી આ વખતે ખાસ કરીને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.

લોકમેળામાં વિવિધ પ્રકારની નાની-મોટી રાઇડ્સ, ખાણી-પીણીના સ્ટોલ તેમજ રમકડાં સહિતના વેપારીઓ માટે કુલ 228 પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવનારા મુલાકાતીઓને સુવિધાજનક અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે આયોજનબદ્ધ રીતે તમામ વિભાગોને સ્થાન ફાળવવામાં આવશે.

આ વર્ષે મેળાનું મુખ્ય આકર્ષણ ભારતીય નેવી બેન્ડ રહેશે, જે પોતાના વિશિષ્ટ સંગીત અને પ્રદર્શન દ્વારા મુલાકાતીઓમાં દેશભક્તિનો ઉમંગ જગાવશે. મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

મેળા દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે મેળા પરિસરમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સરળતાથી પહોંચી શકે તે માટે વિશેષ કોરિડોર તૈયાર કરવામાં આવશે. ઉપરાંત, મેળા સ્થળે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવશે જેથી જરૂરિયાત ઉભી થાય ત્યારે તરત જ કાર્યવાહી થઈ શકે.

રાજકોટના ડેપ્યુટી કલેક્ટર અજય ઝાપડાએ જણાવ્યું હતું કે લોકમેળામાં સુરક્ષા, સુવિધા અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને તમામ વિભાગો સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યું છે, જેથી મુલાકાતીઓને સુરક્ષિત અને યાદગાર લોકમેળાનો અનુભવ મળી શકે.