રાજકોટ SOGના હાથે દેશી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો
રાજકોટમાં ગેરકાયદેસર હથિયારોના કાળા કારોબાર સામે SOG ટીમે મોટી સફળતા મેળવી છે. શહેરના અતુલ મારૂતી સુઝુકી કંપનીના ગોડાઉનની પાછળથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. ઝ

Rahul DesaiUpdated on: 22 May 2026 12:16 PM IST

રાજકોટ SOGના હાથે દેશી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો
રાજકોટમાં ગેરકાયદેસર હથિયારોના કાળા કારોબાર સામે SOG ટીમે મોટી સફળતા મેળવી છે. શહેરના અતુલ મારૂતી સુઝુકી કંપનીના ગોડાઉનની પાછળથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. ઝ

Rahul Desai
Updated on: 22 May 2026 12:16 PM IST

રાજકોટ: રાજકોટમાં ગેરકાયદેસર હથિયારો સામે SOG ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. SOGએ અતુલ મારૂતી સુઝુકી કંપનીના ગોડાઉનની પાછળથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપીની ઓળખ ભરત રધુ કુગશીયા તરીકે થઈ છે. પોલીસએ આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપી આ પિસ્તોલ શા માટે લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં SOG દ્વારા ગંભીર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
AUTHOR