રાજકોટની ગાર્ડન કોમ્પલેક્ષમાં બીજા માળે આગ લાગતા અફરા તફરીનો માહોલ



રાજકોટની ગાર્ડન કોમ્પલેક્ષમાં બીજા માળે આગ લાગતા અફરા તફરીનો માહોલ



રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વાસવાણી રોડ પર આવેલા એક કોમ્પલેક્ષના બીજા માળે અચાનક આગ લાગી હતી. અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો તેના કારણે આગ લાગતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઓફિસમાં હાજર કર્મચારીઓને સમયસર બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ઓફિસની અંદરનો માલસામાન બળીને ખાખ થયો છે. ઉનાળાની શરૂઆત સાથે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે બપોરે રાજકોટના સાધુ વાસવાણી રોડ સ્થિત ગાર્ડન કોમ્પલેક્ષના બીજા માળે આગ લાગી હતી, જેના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ધુમાડાના ઘાટા વાદળો દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર વિભાગે સમયસર પહોંચીને મોટી દુર્ઘટના ટાળી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.




