Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ-ભાવનગર હાઇવે પર SMCની મોટી કાર્યવાહી, લાખોનો વિદેશી દારુ ઝડપાયો

Rajkot News: રાજકોટ-ભાવનગર હાઇવે પર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. જેમાં લાખો રૂપિયાનો વિદેશી દારુ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત બુટલેગરો ઘટનાસ્થળેથી નાસી જતાં તેમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 06:08 PM IST
રાજકોટ-ભાવનગર હાઇવે પર SMCની મોટી કાર્યવાહી, લાખોનો વિદેશી દારુ ઝડપાયોરાજકોટ-ભાવનગર હાઇવે પર SMCની મોટી કાર્યવાહી, લાખોનો વિદેશી દારુ ઝડપાયો

Rajkot News: રાજકોટ-ભાવનગર હાઇવે પર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. જેમાં લાખો રૂપિયાનો વિદેશી દારુ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત બુટલેગરો ઘટનાસ્થળેથી નાસી જતાં તેમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ-ભાવનગર હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલે હલેન્ડા ગામ નજીકથી એક શંકાસ્પદ ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દારૂ છુપાવવા માટે ડિટર્જન્ટ પાવડરનો આશરો લેવામાં આવ્યો હતો.

SMCને બાતમી મળતા જ તેમણે દરોડા પાડીને 63.14 લાખનો દારૂ અને ડિટર્જન્ટ પાવડર મળી કુલ 97.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બુટલેગરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. હાલ આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ટ્રકચાલક અને માલિક સહિત 4 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરવામાં આવી છે.
 
AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.