Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, અમૂલ સર્કલ પાસે પાન-ચાની દુકાનમાં તોડફોડ કરી ખંડણી માગી

Rajkot News: રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે જાણે તેમને પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી તેવી રીતે કાયદો હાથમાં લેવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના 80 ફૂટ રિંગ રોડ પરથી સામે આવી છે.
Admin
AdminUpdated on: 28 May 2026 05:49 PM IST
રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, અમૂલ સર્કલ પાસે પાન-ચાની દુકાનમાં તોડફોડ કરી ખંડણી માગીરાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, અમૂલ સર્કલ પાસે પાન-ચાની દુકાનમાં તોડફોડ કરી ખંડણી માગી

Rajkot News: રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે જાણે તેમને પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી તેવી રીતે કાયદો હાથમાં લેવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના 80 ફૂટ રિંગ રોડ પરથી સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર આવેલા અમૂલ સર્કલ પાસે આ ઘટના બની હતી. જેમાં પાન અને ટી સ્ટોલની દુકાને લુખ્ખા શખ્સોએ તોડફોડ કરી હતી અને આતંક મચાવ્યો હતો. ત્યારબાદ દુકાનદારને ધમકાવીને અહીંયા દુકાન ચલાવવી હોય તો મને દરરોજ પૈસા આપવા પડશે, તેવી દાદાગીરી કરી હતી. આ ઉપરાંત દુકાનદારના ભાણેજને પણ માર માર્યો હતો. 

આ સમગ્ર મામલે યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ સાથે જ પોલીસે મારામારી, તોડફોડ અને ખંડણી ઉઘરાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.