રાજકોટમાં તોફાન સાથે વરસાદ,ખેડૂતોમાં ચિંતાનો માહોલ



રાજકોટમાં તોફાન સાથે વરસાદ,ખેડૂતોમાં ચિંતાનો માહોલ



રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે બપોરના સમયે કરા સાથે જોરદાર વરસાદ વરસ્યો, જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી કમોસમી વરસાદ અને પવનની સાથે વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળ્યો છે.
રાજકોટમાં બપોરના સમયે પવન સાથે કરા પડ્યા, જેથી સ્થાનિકો આશ્ચર્યમાં હતા. આ સાથે જ શહેરના ખેતરો અને પાકને પણ નુકશાન થવા લાગ્યું છે. હવામાન વિભાગે છેલ્લા બે દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી, જેનો અમલ કાલે રાત્રથી જ ઘણા વિસ્તારોમાં જોવા મળ્યો.
રાજકોટ બાદ જામનગર અને ખંભાળિયા પંથકમાં પણ પવન સાથે મજબૂત વરસાદ નોંધાયો. જામગનરમાં તો તોફાનના સ્વરૂપમાં વરસાદ પડ્યો, જેને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં સતત વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં પણ બપોર દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળ્યું. અહીં કાલે રાત્રથી જ પવન ફૂંકાવું શરૂ થયું હતું, અને બપોરના સમયે શહેરમાં ઠંડી અને વરસાદી વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગે લોકોને માર્ગમાં સાવચેત રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જતા વિશેષ ધ્યાન રાખવા સલાહ આપી છે.
આ કમોસમી વરસાદ અને પવનથી રાજ્યના ખેડૂતો, ટ્રાફિક વ્યવસ્થા અને સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24–48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પવન અને વરસાદની શક્યતા છે.




