રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો વળતો જવાબ, કહ્યુ - માનસિક રોગી, મનોચિકિત્સક પાસે સારવાર કરાવો



રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો વળતો જવાબ, કહ્યુ - માનસિક રોગી, મનોચિકિત્સક પાસે સારવાર કરાવો



Rahul Gandhi Statement: રાહુલ ગાંધીના બેજવાબદાર નિવેદન સામે ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રાહુલ ગાંધીને માનસિક રોગી ગણાવીને સારવાર લેવા માટે કહ્યું છે.
ડો. અનિલ પટેલ જણાવે છે કે, ‘રાહુલ ગાંધીએ રાયબરેલીમાં બેજવાબદાર નિવેદન આપ્યું છે. દેશમાં અનેક ચૂંટણીઓ હાર્યા બાદ, અંદાજે 100થી વધુ ચૂંટણી હાર્યા બાદ જે પ્રકારની હતાશા તેમનામાં દેખાય છે તેનું આ પરિણામ છે. રાહુલ ગાંધીએ વૈશ્વિક રીતે સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, ગૃહમંત્રીની વ્યૂહાત્મક રણનીતિને કારણે દર વખતે વિપક્ષ પછડાટ ખાય છે અને તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. રાહુલ ગાંધીએ કોઈ સારા મનોચિક્ત્સકને બતાવવાની જરૂર છે.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘હેબિચ્યુઅલ ઓફેન્ડર હોય ગુનાહિત માનસિકતા દર્શાવતી હોય તે રીતે રાહુલ ગાંધી અનેક વખત બોલ્યા છે. દેશની વિધિવ કોર્ટોમાં તેમની સામે આ પ્રકારના કેસ ચાલે છે. અનેક કોર્ટમાંથી તેઓ જામીન પર છે. સુપ્રીમ કોર્ટે પણ તેમને વાણી, વર્તન અને વ્યવહાર મામલે ખખડાવ્યા છે. દેશની પ્રગતિ નરેન્દ્રભાઈની પ્રતિષ્ઠાને સાંખી શકતા નથી, વડાપ્રધાનનું અપમાન કરે છે, ત્યારે તેઓ 140 કરોડ જનતાના મેન્ડેટનું અપમાન કરે છે અને વડાપ્રધાનને ગદ્દાર કહે છે.’
તેઓ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહે છે કે, ‘રાહુલ ગાંધીના આ પ્રકારના વર્તનથી સોનિયાજી પણ દુઃખી હોય, આ એજ સોનિયાજી છે જેમણે નરેન્દ્રભાઈને મોતના સોદાગર કીધા હતા. હવે આ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે કે આખા કોંગ્રેસના ડીએનએમાં છે. થોડા સમય પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યા હતા અને નરેન્દ્રભાઈ માટે અલગ અલગ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધીમાં આ પ્રકારના પાગલપણાની માત્રા વધતી જવાની છે. માનસિક રોગોના ડોક્ટર પણ તેમની સારવાર કરી શકતા નથી.’




