રાજુ કરપડા આજે ભાજપમાં જોડાયા



રાજુ કરપડા આજે ભાજપમાં જોડાયા



ગાંધીનગર : ગાંધીનગર ખાતે આપના પૂર્વ નેતા રાજુ કરપડા આજે ભગવો ધારણ કરવામાં આવ્યો છે. આપમાંથી રાજીનામુ આપ્યા બાદ રાજકરણમાં ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે કે નહીં પણ આજે ગાંધીનગર કમલમ ઓફિસમાં રાજુ કરપડા ભાજપના દિગ્ગજ નેતાઓ હાજરીમાં આજે ભગવો ધારણ કરી લીધો હતો.
ગુજરાતની રાજકરણમાં આજે મોટો ઉલટ ફેર જોવા મળી રહ્યો હતો. ખેડૂતના નેતા રાજુ કરપડા જ્યારથી આપમાંથી રાજીનામુ આપ્યા બાદ સખત ચર્ચામાં રહેતા હતા. થોડા દિવસ પહેલા વાત આવી હતી કે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા વચ્ચે આજે તે ચર્ચાનો પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર ભાજપના ઓફિસ ખાતે રાજુ કરપડાએ ભગવો ધારણ કરી લીધો હતો. જેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
આજે રાજુ કરપડા પોતાની શક્તિ પ્રદર્શન સાથે ભાજપની ઓફિસે પહોંચ્યા હતા. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેમને રાજુ કરપડા ભગવો ધારણ કરી લીધો હતો.




